વલસાડ: છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના HSCના વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામની આતુરતા સાથે રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો. આજરોજ હતા વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહનું 63.16% પરિણામ જાહેર થયું છે.

વલસાડ જિલ્લામાં આવેલા 13 કેન્દ્રોમાં વલસાડ કેન્દ્ર 75.38%, વાપી કેન્દ્ર 66.95%, ધરમપુર કેન્દ્ર 57.13%, પારડી કેન્દ્ર 62.11%, અટાર કેન્દ્ર 61.45%, ઉટડી કેન્દ્ર 63.16%, ફણસવાળા કેન્દ્ર 76.16%, સરીગામ કેન્દ્ર 55.04, નારગોલ કેન્દ્ર 67.66, રોણવેલ કેન્દ્ર 50.15, નાનાપોઢા કેન્દ્ર 71.33%, કરવડ કેન્દ્ર 39.68% અને કપરાડા કેન્દ્રનું 72.66% પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાં A1 ગ્રેડમાં 5, A2 ગ્રેડમાં 139 વિદ્યાર્થીઓ અને B1 ગ્રેડમાં 595, B2 ગ્રેડમાં 1,423, C1 ગ્રેડમાં 2,370, C2 ગ્રેડમાં 2,385, જ્યારે D ગ્રેડમાં 463 વિદ્યાર્થોઓએ સ્થાન મળ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.