નવીન: 2023 ના માઉન્ટ એવરેસ્ટ અભિયાન માટે આદિવાસી દીકરી સીમા ભગત નેપાળમાં છેલ્લા 52 દિવસથી સખત પરિશ્રમ સાથે અતિ દુર્ગમ હિમાલયને પાર કરીને Mt.Everest (8,849mt) ની ખુબ જ નજીક કેમ્પ 4 (7925) સુધી પોહચી હતી. પણ હિમાલયની વિષમ પ્રકૃતિના લીધે summit સુધી પોહચવામાં અસફળ રહી હતી.

આદિવાસી દીકરી સીમા ભગત જણાવે છે કે હિમાલયની દરેક કસોટીનો અડગ મન સાથે સતત સામનો કર્યો, સતત લડતી, ઝઝૂમતી રહી પણ કહેવાય છે ને કે પ્રકૃતિ આગળ કોઈનું નથી ચાલતું બસ એમજ “એવરેસ્ટ” ની મરજી વગર એને કોઈ મળી નથી શકતું. કેમ્પ 4 પર પહોંચ્યા પછી મારે મારી company અને શેરપા ના આગ્રહ વશ થઈ મારે અભિયાન બંધ કરીને પાછું મારા દેશ વળવું પડ્યું છે. કદાચ આ વર્ષે Mt.એવરેસ્ટને મને મળવાની ઈચ્છા નઈ હોય પણ ફરી એને મળવા એની સાથે ઝઝૂમવા હું કટિબદ્ધ છું.

તેમણે વધુમાં કહ્યું કે “સગરમાંથા’ સીમાથી હું  ફરી પણ સગરમાંથા ટક્કર આપવા 2024 માં જશે, હું ક્યારે હારી નથી ને હારશે પણ.. હું સગરમાંથા કહીને આવી છું રાહ જોજે મારી”