ચીખલી: ભ્રષ્ટાચારમાં અંધ ગતરોજ ચીખલીના સાદકપોર ગામના ઇન્ચાર્જ સરપંચ સંજયકુમાર પટેલ અને તેના ફોલ્ડરિયો છોટુભાઇ એક વેપારી પાસે NOC માટે 20 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ એક વેપારીએ કેરીનો વ્યપાર કરવા માટે સાદકપોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જગ્યા ભાડે રાખવા છોટુભાઇ પટેલનો સંપર્ક કર્યો. જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવી પણ સાદકપોર ગ્રામપંચાયત ખાતેથી ના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) મેળવવા માટે ઇન્ચાર્જ સરપંચ સંજયકુમાર પટેલે દુકાન ઉપર રૂબરૂમાં વાતચીત કરતાં જણાવ્યું કે વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) મેળવવા માટે રૂપિયા 20,000 ની માંગણી કરવામાં આવી જેમાંથી 5,000 શરુવાતમાં આપી દેવામાં આવ્યા અને NOC મળ્યા બાદ બાકી 15,000 આપવાનું નક્કી થયું

બાકીના 15,000 આપતી વેળાએ વેપારીને એ.સી.બી.નો સંપર્ક કરી તેને આ મુદ્દે ફરિયાદ આપી અને ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરી લાંચના નાણાં 15,000 લેતા પકડી પાડયા હતા. આ સમગ્ર ઓપરેશન ACB ના શ્રી વી.એસ.પલાસ, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.