આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર પોતાના એક નિવેદનથી વિવાદમાં ઘેરાઈ ગયા છે રવિશંકરે દેશમાં ચાલી રહેલી સરકારી સ્કુલોમાં ભણતા બાળકો નક્સલી બનાવવામાં આવે છે. તેમનું કહેવું હતું કે ખાનગી સ્કુલો આ સરકારી સ્કૂલો ખુબ સારી છે જ્યાં થી ભણીને સારા લોકો નીકળે છે.
NEWS 18 માં છપાયેલા એક અહેવાલ મુજબ શ્રી શ્રી રવિશંકરના અનુસાર સરકારી સ્કુલોમાં બાળકોને નક્સલી બનાવવામાં આવે છે. સરકારી સ્કુલ બાળકોને નક્સલી બનાવવા વાળી સ્કૂલો છે સરકારી સ્કૂલોને બંધ કરી દેવી જોઈએ.
જયપુરના એક સ્કુલ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર જણાવ્યું કે ખાનગી સ્કૂલોથી સારા લોકો ભણીને બહાર નીકળતા હોય છે રવિશંકરની નજરમાં ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલો કરતાં ખુબ સારી છે. હવે પ્રજાનો નિર્ણય શું હશે એ જોવું રસપ્રદ રેહશે.