ખેરગામ: આદિવાસી વિસ્તારોમાં વાહનવ્યવહારને લઈને જેમ જેમ સુવિધા વધી રહી છે એમ અકસ્માતોની ઘટનાના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે ગતરોજ વલસાડ ખેરગામ રોડ પર આવેલી ગુજરાતી સ્કુલ પાસે ફોર વ્હીકલ અને ટુ વ્હીકલ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો.
Decision News ને જાણકારી આપતા રૂમલા આંબાપાડાના અનિલભાઈ પટેલ જણાવે છે કે ગતરોજ વલસાડ ખેરગામ રોડ પર આવેલી ગુજરાતી સ્કૂલ પાસે ફોર વ્હીકલ કોલીસ કાર અને ટુ વ્હીકલ પલ્સર બાઇક વચ્ચે ગંભીર અકસ્માતનો બનાવ બન્યો. જેમાં કોલીસ કાર અને પલ્સર બાઇકના આગલા ભાગમાં મોટું નુકશાન થવા પામ્યું છે અને અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઈ છે.
હાલમાં આ ઘટનાને લઇને કોઈ તાજા સમાચાર મળ્યા નથી પણ કોલીસ કાર કાક્ડવેલ ગામની અને પલ્સર બાઇક સોલધરા ગામની હોવાનું જાણવા મળ્યું છે.

