વાંસદા : વાંસદા-ચીખલી રોડ ઉપર આવેલા નાની ભમતી ફાર્મ ફળિયા પાસે એક KTM બાઈક ચાલકએ પ્લેજર ચાલકને પાછળથી અડફેટે લઈને સામેથી આવતી સુપર સ્પેન્ડર સાથે અથડાતા KTM ચાલક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા બારતાડના ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું અને પાછલ બેસેલા યુવકને અને બીજા બાઈક ચાલકને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા-ચીખલી રોડ ઉપર આવેલા નાની ભમતી ગામના ફાર્મ ફળિયા પાસે તારીખ 18-03-2023ના રોજ સાંજે 7.00 કલાકે જયકુમાર મીનુંભાઈ દવિયારવાળા ઉ. વ.18એ રહે બરતાડ પારસી ફળિયાએ પોતાની KTM બાઈક નબર જીજે 21 બીએન 444 લઈને ઘરેથી પેટ્રોલ ભરાવવાનું કહીને મિત્ર ધ્રુવકુમાર નરેશભાઈ ગામિત સાથે નીકળેલો હતો. આ દરમિયાન પોતાની KTM બાઈક પૂરઝડપે હંકારી આગળ જતી પ્લેજર મોપેડ નબર જીજે 21 બીક્યુ 3983ને પાછળથી અથડાવી દેતા KTM ઉપરનો કાબૂ ગુમાવતા વાંસદા તરફથી આવતી સ્પેન્ડર બાઈક નબર જીજે 10 AR 3359 સાથે અથડાવતા KTM ચાલક જય રોડ ઉપર પટકાતાં ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ હાલમાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને KTM બાઈક પાછલ બેસેલા ધ્રુવકુમાર ને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને બીજા અન્ય બાઈક સવારોને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. જેની ફરિયાદ મરનારના પિતા મીનુભાઈ પરવેઝભાઈ દવિયરવાળા (રહે.બરતાડ)એ પુત્ર જય પુરઝડપે KTM બાઈક હંકારીને બીજી બાઇક સાથે અકસ્માત કરી નુકશાન પહોચાડતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.