વલસાડ: અતુલ કંપનીના MPP પ્લાન્ટમાં ફરી એક વખત ગેસ લાઈનમાં લીકેજની ઘટના બની જેને લઈને ભાગદડ મચી જવા પામી છે હાલમાં તાજા જાણકારી મળ્યા અનુસાર બે કામદાર મજુરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે.
Decision News ને મળેલી વિગતો મુજબ ઘટનાની જાણ કંપનીના સંચાલકોને થતા કંપનીની ફાયર અને ગેસ લીકેજ રીપેરીંગ ટીમ દ્વારા તત્કાલિક ધોરણે અતુલની MPP પ્લાન્ટના ગેસ સપ્લાય બંધ કરી દેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો વારંવાર થતાં અતુલ કંપનીના ગેસ લેકેજને લઈને હાલ કામદારોમાં ભારે ભયનું વાતાવરણ ફેલાયું છે. કંપનીનું ઉચ્ચ પ્રસાશન હાલમાં સમગ્ર ઘટના અંગે સત્ય શોધન કરી રહ્યું છે.
એવું કહેવાય રહ્યું છે કે ગેસ લિકેઝને કન્ટ્રોલ કરવા માટે 1 કલાકથી વધુ ટાઈમ થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત બંને કામદારો પૈકી એકની હાલત ગંભીર હોવાનું હાલમાં જાણવા મળી રહી છે તેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.











