ગુજરાત: સરકાર વિકાસના નામે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિઓ (ST) માટે ઘણી યોજના લાવતી હોય છે. પરંતુ જે અત્યાચારો કે છેડતીના એટ્રોસિટી એક્ટ જે ગુના થાય તે રોકવા અને કે ગુનેગારોને સજા કરી ન્યાય અપાવવામાં માટે ભાજપ સરકાર નિષ્ફતા મળી હોય તેંવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ST અને SC પર છેલા 6 વર્ષમાં 9712 જેટલી ઘટના બની હોવાની આક્ષેપો કોગ્રેસે ગુજરાતની ભાજપ સરકાર પર લગાવવાના આવ્યા છે. 2019માં 321 કેસ, 2020માં 291 કેસ અને 2021માં 341 કેસ નોધાયાના આક્ષેપો કર્યા છે. જેમાંથી ત્રણ વર્ષમાં ખાલી 09 દોષીને સજા થયેલું દેખાઈ રહ્યું છે. લોકસભામાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા આંકડા ગુજરાત માટે ખુબજ ચિંતાજનક અને ચોકાવનારા છે.
ગુજરાતમાં ST અને SC પર એટ્રોસિટીના આંકડા ગુજરાત સરકાર માટે ખુબ જ સરમજનક બાબત કહી શકાય છે. ત્રણ વર્ષ (2019-21) દરમ્યાન 953 કેસ ખુબજ સરમ જનક બાબત, એટ્રોસિટી કેસના આંકડા મુજબ તો.. બે ગણ કે તેથી વધારે ફરિયાદ ન લેવામાં આવે. ધમકાવીને કાઢી મુકવામાં આવે ડર-ભય પેદા કરવામાં આવે જેનાથી ભોગ બનનાર ફરિયાદી ન બને જેવી ન નોંધાયેલી ઘટનાઓ બમણાથી પણ બમણી હોઈ શકે તેવો અંદાજ કાડવામાં આવી શકાય.