પારડી: આજરોજ પારડી સાંઢપોર શાળાના શિક્ષિકા મેઘા પ્રજ્ઞેશ પાંડેનું રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ચતુર્થ ક્રમાંકે આવવા બદલ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ પારડી સાંઢપોર શાળાના શિક્ષિકા મેઘા પ્રજ્ઞેશ પાંડેનું રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ચતુર્થ ક્રમાંકે આવવા બદલ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ તેમજ ખેરગામની ટીમના પ્રમુખ મિન્ટેશ પટેલ અને કીર્તિ પટેલ, દલપત પટેલ, કાર્તિક પટેલ સાહિતનાઓ દ્વારા એમની શાળામાં જઈ શાલ ઓઢાડી સન્માન પત્ર અને ફુલનો છોડ આપી સન્માન કરેલ હતા
આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્ય ગીતાબેન ઠાકોર સહિત તમામ શિક્ષકો તથા મેઘાબેનના પતિ તેમજ સામાજિક કાર્યકર્તા પ્રજ્ઞેશ પાંડેએ તમામ મહેમાનોનો આભાર માનેલ અને જણાવેલ કે કોઈપણ શિક્ષક હોય આવિ રીતે સન્માન થતું રહેશે તો શિક્ષકોનો કામ કરવાનો ઉત્સાહ વધતો રહેશે. ડો.નિરવ પટેલે અને દલપત પટેલે બાળકોને અમે પણ સરકારી શાળામાં ભણી ચુક્યા છે માટે સરકારી શાળાના બાળકોએ પોતાને કોઈનાથી નબળા સમજવાની જરૂર નથી એમ જણાવી ગુરુજનો જેવા મહાન કાર્યો કરી જિંદગીમાં ખુબ આગળ વધવાની પ્રેરણા આપી હતી.











