ડાંગ: ભ્રસ્ટાચારને ડામવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્સન મોડમાં દેખાઈ રહી છે. ગતરોજ મુખ્ય નાયબ દંડક, ડાંગ જિલ્લાના ધારસભ્ય શ્રી વિજયભાઈ પટેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ મહાલ ખાતે ઓચિંતી મુલાકાત લેવામાટે પહોંચી વળ્યા હતા.
Decision News “પઢેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા” ગુજરાત સરકાર કહેવતને સાર્થક કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. શિક્ષણ જગત પર ખુબજ ભાર આપતા નવી કોલેજો, સ્કૂલો બાંધવાની શરૂવાત કરી દીધી છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ મહાલની નવી બનતી છાત્રાલય જોવામાટે વિજયભાઈ પટેલ ડાંગ જિલ્લાના મહાલ ખાતે ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં વિજયભાઈ પોતે જ બાંધકામનું નિરીક્ષણ કરતાં નજરે દેખાઈ રહ્યા છે.
વિજયભાઈ પટેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ મહાલની નવા બનતા છાત્રાલયના મકાનની પ્રગતિ અને નિરીક્ષણ કરતાં છાત્રાલય બનાવવા માટે ઉપયોગમાં લેતા સામાનની પણ ઝીણવટતાથી માહિતી મેળવી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.











