આપણી ધરતી પર આવનાર સમયમાં જો કોઈ મોટી મુસીબત બની શકે તો તે જળ સંકટ છે. WWFની એક રીપોર્ટ પ્રમાણે દુનિયાના ૧૦ વધારે મહત્વપૂર્ણ શહેરમાં રહેનાર લગભગ ૩૫ કરોડ કરોડ લોકોને પાણીની ખામીનો સામનો કરવો પડી શકે છે. રિસર્ચ પ્રમાણે જો જળવાયુ પરિવર્તન પર વૈશ્વિક સ્તર પર ધ્યાન ન આપવામાં આવ્યું તો તેને અનુકુળ બનાવવી તાત્કાલિક કોશિશ કરવામાં ન આવી તો ભારતના જ ૩૦ શહેર ભારે જળ સંકટનો સામનો કરવો પડશે એ નક્કી છે.
દેશના શહેરો પર જળ સંકટનો સૌથી પહેલો પ્રભાવ પડશે તેમાં મુંબઈ, બેંગલુરુ, કોલકાતા, જયપૂર, ઈંદોર, અમૃતસર, પુણે, શ્રીનગર સહિત લગભગ ૩૦ શહેર સામેલ છે. રિપોર્ટ પ્રમાણે ૨૦૫૦ સુધી જળ સંકટ ચરમ સીમા સુધી પહોંચી શકે છે અને તેનાથી કરોડો લોકો ખરાબ રીતે પ્રભાવિત થશે.
જે શહરોમાં પાણીની ભારે ખામી આવી શકે છે તેની યાદીમાં જયપૂર ૩૦ લાખ આબાદીની સાથે ૪૫માં નંબર પર છે. જ્યારે કે, ૨૦ લાખની જનસંખ્યાની સાથે ઈન્દોર ૭૫માં સ્થાન પર છે. જે ક્ષત્રોમાં હજુ જળ સંકટ ૧૭ ટકા સુધી છે ત્યાં વર્ષ ૨૦૫૦ સુધી આ વધીને ૫૧ ટકા સુધી થઈ શકે છે.
રીપોર્ટમાં ભારતના જે શહેરોને જળ સંકટના કારણથી અતિસંવેદનશીલ જણાવવામાં આવ્યુ છે તેમાં અમૃતસર, પુણે, શ્રીનગર, કોલકાતા, બેંગલુરુ, મુંબઈ કોઝીકોડ, વડોદરા, રાજકોટ, કોટા, અમદાવાદ, કોલાકતા, મુંબઈ, ભોપાલ, ગ્વાલિયર, દિલ્હી, લખનઉ જેવા શહેર સામેલ છે. આ અભ્યાસમાં વર્ષ ૨૦૩૦ થી ૨૦૫૦ સુધીની વચ્ચે જે શહેરોને જળ સંકટને લઈને સૌથી વધારે જોખમમાં રાખવામાં આવ્યુ છે તેમાં અમદાવાદ, અમૃતસર, ચંદીગઢ જેવા પ્રમુખ શહેરોના નામ પણ સામેલ છે.
રિસર્ચ કરનારી સંસ્થા WWFની કંપનીઓ અને રોકાણકારોને દુનિયાભરમાં પાણીની ખામી, સંકટ, મૂલ્યાંકન અને મૂલ્ય નિર્ધારણમાં મદદ આપે છે. WWF ના ઈંડિયા પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. સેજલ વોરાએ કહ્યુ છે કે, ભારત કેવી રીતે સ્થાયી જળસંકટનો સામનો કરી રહ્યુ છે અને આ શહેરોનું ભવિષ્ય શું હોઈ શકે છે તેના પર હવે ઊંડુ મંથન કરવાની જરૂરિયાત છે. સામાન્ય રીતે મીઠા જળની સંરક્ષણ યોજનાને લઈને વખાણ પણ કરવામાં આવ્યા છે. વિશ્લેષણમાં કહેવામાં આવ્યુ છે કે, જળનું પ્રબંધન અને સમગ્ર ઢાંચાનો વિકાસ તેમાં સામેલ છે. જેનાથી જળ સંતુલનને બનાવી રાખવામાં મદદ મળી શકે છે. આમ WWFની ચેતવણીને ધ્યાનમાં લઈને નકામા મુદ્દા પર બહસ છોડી આ આવનાર જળ સંકટ વિષે વિચારવું જોઈએ અને જલ્દીથી આ બાબતે કોઈ નિર્ણય પર લેવો પડશે.