ચીખલી-વાંસદા : સરકાર નવી બની રહી છે પણ ભ્રષ્ટાચારી ઓછા થવાના નામ નથી લઈ રહ્યા. આપણે જાણીએ છીએ તેમ સરકાર ગ્રામિણ વિકાસ માટે લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓનું કામ કરાવે છે પણ આ કામ કરતાં લેભાગુ કોન્ટ્રાક્ટરોનો પેટનો ખાડો ક્યારેય ભરાતો જ નથી. ચીખલી તાલુકાના ઢોલુંમ્બર ગામમાં બની રહેલા રસ્તામાં ગોબાચારી કરી લાખો રૂપિયા ચાઉં કરી જવાનો કોન્ટ્રાક્ટરના ઈરાદાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી ઢોલુંમ્બર ગામના તાડબારી ફળિયા રોડથી ઉપલા ફળિયા ને જોડતો તળાવ તરફ જતો ડામર રોડ અંદાજે 4 અને કામ ન. (2) વિવેકાધિન જોગવાઈ (જિ.ક ) 22-23 ઢોલુંમ્બર તાડબારી થઈ વાંસદા તાલુકાના બારતાડ ગામને જોડતો ડામર રોડ માટે 5 લાખ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જેની કામ 26 નવેમ્બર 2022 થી શરુ કરવામાં આવ્યું હતું. પરતું ગ્રામજનો દ્વારા સ્થળ પર જઈ રૂબરૂ નિરીક્ષણ કરતાં મટેરિયલ બરાબર વાપરવામાં આવ્યું નથી અને મેટલ ની જગ્યાએ હલકી ગુણવત્તા વાળું GSB વાપરવામાં આવ્યું છે અને એની પર રોલિંગ કરવા વગર જ 25+ 40 એમ એમ કપચી પાથરી દેવામાં આવી છે તેમાં પણ એસ્ટીમેન્ટ અનુસાર પુરતા પ્રમાણમાં મટીરીયલ વપરાયું નથી દેખાય આવ્યું છે.
ઢોલુંમ્બર ગામના લોકોએ કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડમાં કરવામાં આવી રહેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવ્યો છે અને તાલુકા વિકાસ અધિકારીને ગામના લોકો વતી ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા લેખિત રજુવાત કરીને જાણ કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે આવા લુખ્ખા અને બીજાના હકનું એય મારી ખાતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે શું કડક પગલાં લેવાશે એ જોવું રહ્યું.











