વાંસદા: વર્ષોથી ગાંધીનગર ખાતે જુના સચિવાલયના આરોગ્ય વિભાગમાં સુંદર કામગીરી કરતા આદિવાસી સમાજના સમાજસેવી કલ્પેશભાઈ પટેલના સમર્પણ પેટ્રોલપંપના હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપનું વાંદરવેલા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આવનાર સમયમાં ધંધા-ઉદ્યોગોમાં આદિવાસી સમાજ મજબૂત હિસ્સેદારી નોંધાવે એ સમયની માંગ છે.ઉદ્યોગ ધંધાઓમાં પણ રોજગારીની અને કમાણીની વિપુલ તકો સમાયેલી છે.

તેમણે વધુમાં કહ્યું કે દિલથી મહેનત કરશો અને સારી દાનત રાખશો તો મારા આટલા વર્ષોનો અનુભવ જણાવે છે કે કદાચ શરૂઆત ધીમી રહી શકે પરંતુ ધીરજ રાખી મહેનત કરશો તો તમને ક્યારેય નિષ્ફ્ળતા નહીં મળે.