ડેડિયાપાડા: ગતરોજ ડેડિયાપાડા તાલુકામાં આવેલી જલારામ કુમાર છાત્રાલયમાં રહેતા અંતરિયાળ ગામોમાંથી આવી અભ્યાસ કરતા બાળકોને રોજીંદી જીવનમાં ઉપયોગી બ્લેંકેટ, ટુવાલ, અને રમતગમતને લઈને રમવા માટેના રમકડા વિતરણ કરવામાં આવ્યા.
Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડા સ્થિત જલારામ કુમાર છાત્રાલય કે જ્યાં અનાથ બાળકો, દૂર દૂર ના અંતરિયાળ ગામોમાંથી આવતા બાળકો કે જે ડેડિયાપાડાની અલગ અલગ શાળામાં અભ્યાસ કરે છે અને જેમને ખરેખર ભણવામાં રસ અને રુચિ છે એવા બાળકોને રાખવામાં આવે છે જ્યાં વાડી, બરોડા સ્થિત મહારુદ્ર હનુમાન સંસ્થાન સાથે સંકળાયેલ સેવાકીય પ્રવૃતિઓ કરતી બહેનો દ્વારા હોસ્ટેલમાં રહેતા બાળકોને શિયાળાની કડકડતી ઠંડીના કારણે બ્લેંકેટ, ટુવાલ, રમવા માટે ના રમકડા વિતરણ કરવામાં આવ્યા હતા અને સાથે બાળકોને ભણી ગણીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભેચ્છા પાઠવી હતી.
જલારામ કુમાર છાત્રાલયના સંચાલક પટેલ વિશાલ, મનોજ તડવી, નયન વસાવા, અનિલ વસાવા, રામ જાની, તરુણ વસાવા, ચદ્રિકા વસાવા અને પૃથ્વી કીડ્સ સ્કૂલના સંચાલક રતન વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા..

