કપરાડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રાજકીય ગતિવિધિ તેજ બનવા પામી છે ત્યારે આજરોજ કપરાડા બેઠક માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીએ BJPમાંથી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તડકેશ્વર મહાદેવ મંદિરે ભગવાનના દર્શન કરીને BJP કાર્યાલયથી 5 હજારથી વધુ કાર્યકરો સાથે રેલી પણ કાઢી જીતુભાઈ ચૌધરી કપરાડા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ વેળાએ BJPના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રેલીમાં આદિવાસી વાજિંત્રો સાથે ડાંગી નૃત્યના તાલે મંત્રી જીતુ ચૌધરી નાચવા લાગી ગયા હતા તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે કપરાડાની વિધાનસસભા ચૂંટણીમાં આ વખતે ડબલ બહુમતીથી જીત મેળવીશું એ નક્કી છે.











