ધરમપુર: પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટ સામે આંદોલનો કરી લોકપ્રિય બનેલા કલ્પેશ પટેલ કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભરતાં જ ધરમપુર બેઠક પર કૉંગ્રેસના જૂના જોગીઓએ નારાજગીનો વંટોળ શરુ થઇ ગયો અને આ જ કારણે ધરમપુર વિધાનસભા બેઠક પર કૉંગ્રેસે બધા જ દાવેદારોને ફોર્મ ભરવા કહ્યું.. હોવાનું સામે આવ્યું છે.

ધરમપુર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલનું કહેવું છે કે પાર્ટીએ તમામ છ દાવેદારને ફોર્મની તૈયારી કરવા માટે કહ્યું છે. આવતીકાલે સવારે સભા યોજી રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસ પર તમામ દાવેદારો સાથે ફોર્મ ભરવા માટે જઈશું. પાર્ટી મેન્ડેટ આપી એક ઉમેદવાર નક્કી કરશે.

ધરમપુરના કોંગ્રેસનાના એક અગ્રણી નેતાએ Decision Newsને જણાવ્યું કે ધરમપુર બેઠક પર કૉંગ્રેસના તમામ દાવેદારોને ફોર્મ ભરવાની તૈયારી કરવા કહ્યું છે જેથી હાલમાં નારાજગીનો મામલો ઠંડો થઇ શકે અને પાર્ટી દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવારની પસંદગી કરી મેન્ડેટ આપવામાં આવશે.