ધરમપુર: વર્તમાન સમયમાં વધી ગયેલ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ કિશનભાઈ પટેલ ધરમપુર વિધાનસભા બેઠક પર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે બળદ ગાડામાં ગયા હોવાના ચિત્રો સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પણ ધરમપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ફાઈનલ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે  પ્રદેશમાંથી કહેવામાં આવ્યા અનુસાર કિશનભાઇએ કોંગ્રેસમાંથી મેન્ડેટ મળે એવી ગણતરી સાથે ઉમેદવારી ફોમ ભર્યું હતું.

આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કલ્પેશ પટેલ કે કિશન પટેલ આ બંનેમાંથી કયા ઉમેદવારને મેન્ડેટ મળે છે એ જોવું રહ્યું. હાલમાં સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓમાં પણ અસંમજસની સ્થિતિ સર્જાય છે.