મહારાષ્ટ્ર: શિવસેના નેતા આદિત્ય ઠાકરે શુક્રવારે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. તેઓ મહારાષ્ટ્રના હિંગોલીમાં આ યાત્રામાં જોડાયા હતા. આદિત્ય ઠાકરેનો રાહુલ ગાંધી સાથે કૂચના દ્રશ્યો ચિત્રો પણ વાયરલ થયા છે બંને નેતા માર્ચ દરમિયાન એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

આદિત્ય ઠાકરે પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ઉદ્ધવ ઠાકરે સાથે બીજા નેતાઓ પણ ભારત જોડો યાત્રામાં જોડાયા છે જેમાં એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પણ સામેલ થયા ત્યારે આ દરમિયાન તેમણે જનસભાને સંબોધી હતી તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાની શરૂઆતથી જ અમે રાહુલ ગાંધીને દોડતા જોઈ રહ્યા છીએ. આપણે કહી શકીએ કે ટૂંક સમયમાં આપણું નસીબ દોડવા લાગશે.

જયંત પાટીલે વધુમાં જણાવ્યું કે દેશને પ્રેમ કરનારા આજે બધા એક થયા છે. NCP નેતા શરદ પવારે અમને પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવા અને ભારત જોડો યાત્રાને સમર્થન આપવા કહ્યું છે. તેમણે આગળ કહ્યું, ‘આ દેશમાં ગંગા-જામુના તહઝીબ છે, પરંતુ 2014થી બધું બદલાઈ ગયું છે. આ ગંગા-જમુના પરંપરાને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પહેલા અંગ્રેજો ‘ભાગલા પાડો અને રાજ કરો’ની વ્યૂહરચના અપનાવતા હતા. હવે આ સરકાર પણ એવું જ કરી રહી છે. આથી કોંગ્રેસની ભારત જોડો યાત્રા મહત્વની છે.