ધરમપુર: 23 ઓક્ટોબર એટલે દિવાળીના આગળ દિવસે ધરમપુર ગામના ખાંડા ગામથી ત્રણ પાણી પીવડાવવાના મશીન ચોરાયાની ઘટના બની હતું જેમાંથી ચંદુભાઈ ભાનજુ થોરાતનું એક મશીન વાંસદા તાલુકાના રાણી ફળિયામાં આવેલા ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના ખાંડા ગામમાંથી  23 ઓક્ટોબર એટલે દિવાળીના આગળ દિવસે ચંદુભાઈ ભાનજુ થોરાત, રમેશભાઈ મગજીભાઈ પવારના પાણી પીવડાવના મોટા મશીન ચોરો દ્વારા ઉચકાયા અને વેચી દેવામાં આવ્યા હતા. ચંદુભાઈ ભાનજુ થોરાત દ્વારા  ધરમપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઈને ફરિયાદ આપવામાં આવી હતી જેને લઈને સમગ્ર પોલીસ ટીમની પ્રક્રિયા સક્રિય બનાવી હતી. ચંદુભાઈ દ્વારા પણ પોતાના મશીનને લઈને આસપાસના ભંગાર ગોડાઉનમાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ચંદુભાઈ ભાનજુ થોરાતનું એક મશીન વાંસદા તાલુકાના રાણી ફળિયામાં આવેલા ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યું હતું. ખેડૂતે પોતાનું મશીન ઓળખી કાડ્યું હતું.

ભંગારના ગોડાઉનવાળા ભાઈનું કહેવું છે કે 23 તારીખે વાંસદાના રવાણીયા ગામના ભાવેશભાઈ બીપીનભાઈ પટેલ નામનો વ્યક્તિ વાનમાં ભરીને આ મશીન લઈને આવ્યો હતો અને 8,000 ની કિમતમાં વેચી ગયો હતો ચોરે અમને પોતાનું મશીન છે એમ કહી સોદો કર્યો હતો. આ વ્યક્તિનો ચેહરો CCTV માં કેદ થયો છે જેને લઈને વાંસદા પોલીસ સક્રિય બની છે હવે આ મશીન ચોરનું બચવું મુશ્કેલ નહિ ના મુમકીન હૈ.. જો આ ચોર પકડાઈ તો પોલીસ બીજા ચોરાયેલા ખેડૂતોના મશીન સુધી પણ પોહચી જશે.