દિલ્હીઃ પોસ્ટ વિભાગે મલ્ટી સ્કીન ટાસ્કિંગ સ્ટાફ, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટની જગ્યાઓ પર ભરતી માટે અરજી મંગાવી છે. પોસ્ટ વિભાગે ગુજરાત પોસ્ટલ સર્કલ માટે આ ભરતી હાથ ધરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

22 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકે છે. નોટિસના અનુસાર, ગુજરાત પોસ્ટલ સર્કલમાં થઈ રહેલી આ ભરતી સ્પોર્ટસ ક્વોટા અંતર્ગત કરવામાં આવી રહી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ dopsportsrecruitment.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. નોટિસના અનુસાર, પોસ્ટ વિભાગ શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની યાદી તૈયાર કરશે અને 6 ડિસેમ્બરના રોજ જાહેર કરશે.

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને આસામમાં પોસ્ટલ સર્કલ આ ભરતી માટે સૂચનાઓ જાહેર કરી શકે છે. India Post Recruitment 2022 માટે ખાલી જગ્યાઓમાં પોસ્ટલ આસિસ્ટેન્ટ/સોર્ટિંગ આસિસ્ટેન્ટ- 71, પોસ્ટમેન- 56, એમટીએસ- 6 જેનો પગાર  પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટ- 25,500 થી 81,110 રૂપિયા, પોસ્ટમેન/મેલ ગાર્ડ- 21,700થી 69,100 રૂપિયા, ATS- 18,000-56,900 રૂપિયા આ જગ્યાઓ માટે પોસ્ટલ આસિસ્ટેન્ટ અને સોર્ટિંગ આસિસ્ટેન્ટ- 12મું ધોરણ પાસ હોવું જોઈએ. સાથે જ 60 દિવસનો કમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ પણ કરેલો હોવો જોઈએ. MTS- 10 મું ધોરણ પાસ અને સ્થાનિક ભાષાની જાણકારી હોવી જરૂરી છે.