નવસારી: વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે 392 હેકટર જમીનમાંથી 367.63 હેકટર જમીનનો કબજો લેવાઈ ગયો છે.અને વિવિધ વિસ્તારમાં સ્ટ્રક્ચરલ કામ તો શરૂ થઇ ચુક્યું છે આવનારા દિવસોમાં વરસાદ રોકયાના કારણે કામગીરી પુરજોશમાં ચાલશેનું કહેવાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે નવસારીના 22 ગામમાંથી પસાર થશે ત્યારે તેની જમીન સંપાદન પ્રક્રિયા છેલ્લા 13 વર્ષ અગાઉથી કરવામાં આવી રહી હતી પણ કોઈ ને કોઈ કારણોસર જમીન સંપાદનમા વિલંબ થયો રહ્યો તેનું એક કારણ અસરગ્રસ્તોને ન ચુકવાયેલું  વળતર પણ કહી શકાય. પણ હવે મોટાભાગની સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્રણેક ગામમાં થોડી સમસ્યા છે. મળતી માહિતી મુજબ કુલ 392 હેકટર જમીનમાંથી 367.63 હેકટર જમીનનો કબજો લેવાઈ ગયો છે. અને અમુક વિસ્તારો છોડી સ્ટ્રક્ચરલ કામ તો શરૂ થઈ જ ગયું હતું

હવે દિવાળી બાજુથી નવસારી જિલ્લામાં પૂરજોશમાં કામ શરૂ થઈ જશે. ગણદેવા સુધી તો હવે મહત્તમ સમસ્યા ઉકેલાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. દિવ્યભાસ્કરને જમીન સંપાદન અધિકારી રાજેશ બોરડના જણાવ્યા અનુસાર  સંપાદન હેઠળની 392-03-01 હેક્ટર જમીનમાંથી 367-63-15 હેક્ટરનો કબજો લઈ લેવાયો છે. 24-39-86 હેક્ટરનો કબજો લેવાનો બાકી છે. ચીખલી તાલુકાના 3 ગામો મલિયાધરા, ઘેજ, ચરીમાં કબજો લેવામાં આવ્યો નથી, કબજો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.