ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે સમસ્ત આદિવાસી દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રી ગુજરાત રાજ્યને તાલુકા વિકાસ આધિકારી મારફત નર્મદા સરદાર સરોવર ડેમમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દેનારા વિસ્થાપિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અર્બન નકસલી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી મુખ્યમંત્રીશ્રી આ દેશના માલિક આદિવાસીઓની માફી માંગે અથવા રાજીનામુ આપેની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જુઓ વિડીયોમાં..
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ વલસાડ જિલ્લા પ્રમુખશ્રી કમલેશ પટેલ અને આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઇ લડતા સમાજના યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. અને આ પ્રકારના મુખ્યમંત્રીના નિવેદન વખોડી કાઠયું હતું.

