રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 987 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1083 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3708 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 213 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,71,040 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,254 છે. આજે રાજ્યમાં કુલ 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.08 ટકા છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 213, અમદાવાદમાં 171, રાજકોટમાં 96, વડોદરામાં 117, જામનગરમાં 28, મહેસાણામાં 33 સહિત કુલ 987 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 2 જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ સુરતમાં 253, અમદાવાદમાં 219, વડોદરામાં 124, રાજકોટમાં 97, મહેસાણામાં 28 સહિત કુલ 1083 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 13,254 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 13,193 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 1,54, 078 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.