ધરમપુર: હાલ જ ચોમાસા દરમિયાન ધરમપુર-વાંસદા નેશનલ-56 રોડ પર આંબા ગામે તૂટી ગયેલ પુલને વહેલી તકે ચાલુ કરવા બાબત પ્રાંત સાહેબશ્રી ધરમપુર રજૂઆત કરવામાં આવી કારણ કે ધરમપુર-વાંસદા જતા રાહેદારીઓને ઘણી તકલીફ પડી રહી છે
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે મારા મત વિસ્તારમાંથી જે કરંજવેરી થઈ મોટીઢોલડુંગરી, રાજપુરી તલાટ,વિરવલ ગામે થી જે રોડ જાય છે ત્યાં મોટા ભારે વાહનો ટ્રકો, ખુબજ બેફામ હંકારે છે અને અકસ્માતના બનાવો બને છે આ વિસ્તારમાં આવતા વિધાર્થીઓને પણ અભ્યાસ અર્થે અપ-ડાઉન કરવાની ખુબજ તકલીફ પડે છે જે બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
આ ધરમપુર-વાંસદા નેશનલ-56 રોડ પર આંબા ગામે તૂટી ગયેલ પુલ બાબતે ધરમપુરનું વહીવટીતંત્ર કેટલા ઝડપથી પગલા લેશે એ જોવું રહ્યું.

