વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા ચાંપલધરાના રહેવાસી ઠાકોરભાઈ સુખાભાઈ પટેલએ વ્યાજખોરીના દબાણના  કારણે મરવા મજબૂર બની આત્મહત્યાનું પગલું ભર્યું હતું અને હવે આ વ્યાજખોરો એમની પત્ની ત્રાસ આપી રહયાની લેખિત ફરિયાદ વાંસદા પોલીસ મથકે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદમાં નોંધ્યા અનુસાર પત્નીનું કહેવું છે કે આરોપીઓ દ્વારા મારા ઘરે આવીને મને ગંદી બીભત્સ માં બેનની ગાળો બોલી જાહેરમાં ‘નરડી દુબળી તું કેસ કેમ કરે છે, મોહન વિરુદ્ધનો કેસ ખેચી લેજે નહિ તો તારા ધણીની જેવી હાલત કરી દઈશું, હું કઈ પણ બોલું તે પહેલા આ બંને જણાએ મારુમારું અપહરણ કરીને ધમકી આપેલ કે અનાવલ પોલીસમાં જવાબ લખવી દે પછી જ તને છોડીશું તેમ કહી મને ગાડીમાં બેસાડી અનાવલ મુકામે નોટરી મહમદ હનીફ મહેતાની ઓફિસમાં લાવી ત્યાં મારી કેટલીક સહીઓ લીધેલી તેમાં શું લખાણ છે તે મને ખબર નથી ત્યાર બાદ આ બંને જણે કોઈને કહીશ તો જીવતી છોડીશું નહિ તેવી ધમકી આપી મારું જાનનું જોખમ ઉભું કરી રસ્તે રઝળતી છોડી જતા રહેલા” ત્યાર બાદ બીજાના નંબરથી મારા જમાઈને ફોન કરીને એમની સાથે ઘરે પરત ફરી હતી હું ખુબ જ ભયમાં જીવતી હતી હાલમાં હિંમત કેળવી આ ફરિયાદ કરેલ છે.

આ મુદ્દે વાંસદાના દુબળ ફળિયાના સરપંચ અને સરપંચ એસોશિયેશનના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ Decision News સાથે વાત કરતા જણાવે છે કે આ બાબતે મેં ચાપલધરાના સરપંચ સાથે પણ વાતચીત કરી હતી પણ તેઓ આરોપીઓને સમજાવી શક્યા ન હોય શકે અને આ ખરેખર નિંદનીય છે એક વિધવા બાઈને આવી રીતે જાહેરમાં ગાળો આપવી કે જાનથી મારી નાખવાની ધમકી આપવી કે પછી તેનું અપહરણ કરી તેની પર ધાકધમકીથી મનફાવતું લખાણ લખવી લેવું એ ખરેખર નિંદનીય બાબત છે હવે જોવું એ રહ્યું છે સુરક્ષા અને સલામતીનો દાવો કરતી પોલીસ આ વિધવા મહિલાને કેવી સુરક્ષા અપાવે છે.

Bookmark Now (0)