વલસાડ: આજરોજ ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી તેમજ વલસાડ જીલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતિ ઉષાબેન પટેલ, ગુજરાત સરકારના પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી હાજરીમાં “૧૦ જુને” ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે યોજાનાર કાર્યક્રમ સંદર્ભમાં મહત્વની બેઠક રાખવામાં આવી છે

આ પ્રસંગે  જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા જીલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કથીરીયા, સાંસદશ્રી ડો. કે સી પટેલ, જીલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી ધારાસભ્યશ્રીઓ શ્રી ભરતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી રમણલાલ પાટકર, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્કાબેન શાહ, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, જીલ્લાના તમામ મોરચાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓ, જીલ્લા હોદ્દેદારશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના તા. “૧૦ જુને” ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે યોજાનાર કાર્યક્રમની બેઠકમાં એની કાર્યક્રમની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓને ઉભી કરવાના મુદ્દે બેઠક યોજવામાં આવી હતી.