વલસાડ: વલસાડના શિક્ષક જગત માં બની દુઃખદ ઘટના વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ અલ્કેશભાઈ બી.છાયાની અચાનક તબિયત બગડતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કરી રહેલા તબીબો દ્વારા મૃત જાહેર કર્યા હતા. તબીબોનું કહેવું હતું કે હૃદય રોગનો હુમલાના કારણે મોત થયું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ તેઓ કપરાડા તાલુકાની ઓમકચ્છ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા મૃત્યુની આકસ્મિક ઘટનાથી સમગ્ર પરિવારમાં ભારે આઘાત લાગ્યો હતો. નિવાસ સ્થાન મરલા ખાતે શ્રધાંજલિ અને સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતિમ ક્રિયા ધરમપુર સ્મશાન ગૃહ પર કરવામાં આવી હતી.
અલ્કેશભાઈ છાયાએ કપરાડામાં શિક્ષણ માટે વર્ષોથી આદિવાસી બાળકોના અભ્યાસ કરવા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શિક્ષણ માં પ્રગતિ કરી હતી. બી.આર. સી. ની સેવા દરમિયાન અંતરિયાળ વિસ્તારમાં અનેક સમસ્યાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને જર્જરિત મકાનો માટે સરકારમાં અનેક રજુઆત કરી સમસ્યાઓ હલ કરવામાં સફળતા મેળવી હતી. આદિવાસી વિસ્તારમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બન્યા છે. નિરાધાર વ્યક્તિ અને સારું અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર મહિને આર્થીક મદદરૂપ થઇ રહ્યા હતા. રાષ્ટ્રીય કામગીરી અનેક ચૂંટણીમાં સંચાલન ની કામગીરી કરી હતી. વલસાડ જિલ્લામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં શિક્ષક સમાજમાં લોકોમાં જાણીતા એક શિક્ષક હતા. મૃત્યુ વહેલી સવારે મેસેજ મળતા સમગ્ર વિસ્તારમાં અને શિક્ષકોમાં ભારે શોક ફેલાયો હતો.
શ્રધાંજલિ અને સ્મશાન યાત્રામાં ધરમપુર ના ધારાસભ્ય અરવિંદ પટેલ , ડો.ધીરુભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રાથમિક સંઘ પ્રમુખ ગોકુળ પટેલ , સૈક્ષિક સંધ અને પ્રાથમિક સંઘ હોદ્દેદારો , આચાર્યો, શિક્ષકો,અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.