રિસર્ચ રિપોર્ટ: ઈશા ફાઉંડેશનના સંસ્થાપકે ભવિષ્યમાં ભારતના કૃષિક્ષેત્રને લઈને ચોંકાવનારી વાતો જણાવી છે સદગુરૂએ કહ્યુ છે કે, આગામી 25 વર્ષમાં ભારતમાં કોઈ પણ ખેડૂત નહીં રહે. તેમણે પોતાના સંગઠનના એક સર્વેમાં આ પ્રકારનો દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે ભારતમાં ખેતી આકર્ષક નહીં બનાવામા આવે તો, તેના ગંભીર પરિણામ આવશે. ભારતમાં કૃષિ સાથે જોડાયેલા લોકો પોતાની જમીન પર રહીને પોતાનું કરિયર બનાવી શકતા નથી. પરિણામ એ આવ્યું કે, ખેડૂતોની 63 ટકા વસ્તીમાંથી 2 ટકા પણ એવા નથી, જે ભવિષ્યમાં ખેતી સાથે જોડાઈ રહેવા માગે છે.

તેઓ દ્વારા કરાવાયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે ખેડૂતોની 63 ટકા વસ્તીમાંથી 2 ટકા પણ નથી ઈચ્છા કે તેમના દિકરાઓ ખેડૂત બને. સદગુરૂએ આને આ દેશમાં માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આનાથી બચવા માટે ખેડૂતોની આવકમાં વધારો કરવો જોઈએ ખેડૂતોની આવક ડોક્ટર, એન્જીનિયર, વકીલ, પત્રકારની બરાબર હોવી જોઈએ. ત્યારે જ ખેડૂતો ખેતરમાં ટકી શકશે.