કેવડીયા: આજ રોજ ગુજરાતના કેવડિયા ખાતે આજથી 3-દિવસીય 14 મી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પરિષદનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ઉદઘાટન કર્યું. આ સંમેલનને ‘સ્વાસ્થ્ય ચિંતન શિબિર’ નામ આપવામાં આવ્યું હતું અને તેનો હેતુ આઝાદીના અમૃતકાળમાં દેશના સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે એક રોડ મેપની પરિકલ્પના માટેનો હતો.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાનએ આ પ્રસંગે પોતાના સંબોધનમા કહ્યું હતું કે હું આ મંચ પરથી આપણા ડોક્ટરો, નર્સીસ તથા આપણા પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. આજે આખી દુનિયા કોરોના વાઈરસ સામે ભારતના વ્યવસ્થાતંત્ર અને રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરે છે.
કોવિડ મહામારીએ આપણને અનેક બોધપાઠ શીખવા મળ્યા છે, સ્વસ્થ ભારતના નિર્માણની આ ચિંતન શિબિર આરોગ્ય ક્ષેત્રને નવી દિશા આપવાનું માધ્યમ બનશે. આ સંમેલનમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી.











