ગુજરાત: કોર્ટના ચુકાદા બાદ બે મહિનાના નાના બાળક સાથે આદિવાસી માતાને પોલીસે જેલમાં મોકલવાની તૈયારી કરી છે. પોલીસ વાનમાં બેસાડીને માતા-બાળકને જેલ લઈ જવામાં આવી રહ્યા છે, જેના પર સમાજમાં તીવ્ર ચર્ચા અને માનવતાગત સવાલો ઉઠી રહ્યા છે.

આ માતા પર કોર્ટે સજા ફટકારી છે. ઘટનાસ્થળે હાજર લોકોના કહેવા મુજબ, બે મહિનાના નાના બાળક સાથે તે કેવી રીતે ભાગી શકે તેમ હતી? આ પ્રશ્ન પણ સામે આવ્યો છે. લોકોમાં આશ્ચર્ય અને દુઃખ વ્યક્ત કરતાં કહેવામાં આવી રહ્યું છે કે ન્યાયાધીશે ચુકાદો આપતા પહેલા આ નવજાત બાળકની સ્થિતિ, તેની દવા, જરૂરિયાતો અને ભવિષ્યનો વિચાર કર્યો હોત તો ? બાળક જેલમાં માતા સાથે કેવી રીતે રહેશે, તેનો માનસિક વિકાસ, બાળપણ અને શિક્ષણની અસર વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાયદાકીય સ્થિતિ:

ભારતીય કાયદા અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ, માતા સાથે બાળકને 6 વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. આ દરમિયાન બાળકને ખોરાક, દવા, આશ્રય અને અન્ય સુવિધાઓનો અધિકાર છે. છ વર્ષ પછી બાળકને યોગ્ય વિકલ્પમાં સોંપવાની જોગવાઈ છે. આ ઘટના સમાજમાં માનવતા અને ન્યાય વચ્ચેના સંતુલન પર ચર્ચાનું કેન્દ્ર બની છે. ઘણા લોકો માને છે કે ગુનેગારીની સજા માતા સાથે નિર્દોષ બાળકને પણ અસર કરે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here