કપરાડા: કલયુગ છે બકા બધું જ જોવા મળવાનું..! આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9મી મે ના રોજ એક અનોખા લગ્ન થવાના છે જે સમગ્ર પંથકમાં કહુતલ જગાવ્યું છે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી લગ્નપત્રિકા વરરાજા એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એકી સાથે બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. એક વરરાજા બે યુવતી સાથે લગ્ન કરવાના હોવાથી લગ્ન પર સૌની નજર ઠરી છે.

Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે. પરંતુ નાનાપોંઢામાં રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 10થી વધુ વર્ષથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહેતા હતા. નયના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા હતા. તેઓ 9 મેએ એક લગ્ન મંડપમાં પ્રકાશભાઈ એકી સાથે બે દુલ્હન સાથે લગ્ન કરશે. બે મહિલા સાથે લાંબા સમયથી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ યુવક બંને મહિલા સાથે લગ્ન કરશે.

આ પહેલા પણ દહાણુ-બોરડીના યુવાને એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં અને આજે કપરાડા તાલુકાના નાનાપોંઢામાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશે ની વાતો લોકોમાં ચર્ચાનું વંટોળ સર્જાયું છે.