કપરાડા: વાવર જિલ્લા પંચાયત સીટ કપરાડા ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલે ગામડાઓની સામાન્ય લોકોના પ્રશ્ન કામે સંઘર્ષ – પરિણામ સાથે કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે પાંચવેરા,વાવર,બારપુડા, હુંડા, આસલોણા, વડોલી, વિરક્ષેત્ર, માલઘર તથા અન્ય ગામોની આમ જનતાના પ્રશ્નોની રજૂઆત સાથે સંઘર્ષ, પરીણામ સાથે મુલાકાત દરમ્યાન સ્થાનિક લોકો, મહિલાઓ, કાર્યકરો દ્વારા રીવરલીંક,ડેમ, પાણીના પ્રશ્નો, ફોરેસ્ટ જમીનના પ્રશ્નો, શિક્ષિત બેરોજગાર અને G.E.B બીલ વધારો કામે રજુઆત કરવામાં આવતા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઇ બી.પટેલ પ્રભાવિત થયા.

આ પ્રસંગે તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ માહદુભાઇ સરનાયક, જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઈ કામડી, કપરાડા તાલુકા કોંગ્રેસના મંત્રી પાંડુભાઈ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, વલસાડ જિલ્લાના N.S.U.I.ના ઉપપ્રમુખ ધર્મસિંહ વી.પટેલ, માલઘરના સરપંચશ્રી શંકરભાઈ, તાલુકા કોંગ્રેસના સીનીયર આગેવાન મોહનભાઈ ખાડમ, આસલોણા ના સરપંચશ્રી ચેંદરભાઈ, વડોલીના સરપંચશ્રી કિશનભાઇ ધૂળે, વિરક્ષેત્રના સરપંચશ્રી સદુભાઈ ખુરકુટે, માજી સરપંચશ્રી લક્ષ્મણભાઇ ડોકમોડે, વડોલીના માજી સરપંચશ્રી નામુભાઈ દિવા, વડોલીના માજી સરપંચશ્રી પરભુભાઈ, માલઘરના ડેપ્યુટી સરપંચ ચેંદરભાઈ, કૉંગ્રેસના સીનીયર આગેવાન અને માજી સરપંચશ્રી કાસુભાઇ, આસલોણાના માજી ડેપ્યુટી સરપંચશ્રી હરિભાઈ, વડોલીના ડેપ્યુટી સરપંચ અન્નાભાઈ, હુંડાના સરપંચશ્રી લક્ષ્મણભાઈ, સીનીયર આગેવાન બાવુભાઈ, વાવરના સરપંચશ્રી અજયભાઈ, વાવરના માજી સરપંચશ્રી અરુણભાઈ સરનાયક, કૉંગ્રેસ- યુથ કોંગ્રેસના આગેવાનો ચેંદરભાઈ જાંજર, સુભાષભાઇ વળવી, ભરતભાઈ વંજારા, રામસિંહ ગાંવિત, માહદુભાઇ ભુજાડ, ગંગારામ મુરા, દિનેશભાઈ બરફ, ક્રિષ્ણાભાઈ કુંવર, નામુભાઇ, ચેંદરભાઈ આસલોણા, શંતારામ ફોદાર, તુલસીરામ ફોદાર વિશાળ સંખ્યામાં યુવાનો, કાર્યકરો કાર્યક્રમમા હાજર રહ્યા.