કપરાડા: વર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કપરાડા તાલુકા આમ જનતાના પ્રશ્નોના સંદર્ભમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ આમ જનતા સાથે સતત વાતચીત કરી રહ્યા છે
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે કપરાડાના સીલધા, વાડી, ઘાણવેરી, તેરી ચીખલી, સુલીયા, નાની પલસાણ, મોટી પલસાણ, ઘોટવળ જેવા ગામોની મુલાકાત વસંતભાઈ બી. પટેલ દ્વારા કરવામાં આવી જેમાં તેમને સ્થાનિક લોકો પાસેથી દ્વારા પાણીના પ્રશ્નો, બસની સુવિધા, ફોરેસ્ટ જમીનનો પ્રશ્નો, રીવરલીંક કામે,G.E.B બીલ વધારો અને શિક્ષિત બેરોજગાર વગેરે પ્રશ્નો જાણવા મળ્યા છે.
આ પ્રસંગે તાલુકા કોંગ્રેસના મંત્રી પાંડુભાઈ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, તાલુકા વિરોધ પક્ષના નેતા ઈશ્વરભાઈ, તાલુકા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઇ, માજી સરપંચ સુભાષભાઈ, વલસાડ જિલ્લા N.S.U.I ના ઉપપ્રમુખ ધર્મસિંહ વી.પટેલ, સરપંચશ્રી રમણભાઈ મોટી પલસાણ, સરપંચશ્રી વિષ્ણુભાઈ નાની પલસાણ, માજી સરપંચશ્રી દેવુભાઈ, સરપંચશ્રી વાડી રસુલભાઇ, તાલુકા યુથ કોંગ્રેસના મંત્રી અલ્કેશભાઇ, કાસુભાઈ, દશરથભાઈ, પ્રોફેસર છગનભાઈ, રામજીભાઈ, વિઠ્ઠલભાઈ ધૂમ, સત્યાભાઈ પટારા, ગુલાબભાઈ ધનગરા, સરપંચ શ્રીમતી સિલધા, અગ્રણી આગેવાનો ધર્મા ભાઇ, વિજયભાઈ, બાબુભાઈ વાસદ, મદનભાઇ ચૌધરી, સાળીરામ ચૌધરીની અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.











