આહવા: ગુજરાતમાં હાલમાં સરકાર વિવિધ યોજના દ્વારા દિવ્યાંગ ભાઈ-બેહનો મદદરૂપ બની રહી છે ત્યારે ગતરોજ આહવા તાલુકા 2ના સદસ્ય શ્રી નયના બેન દિપક ભાઈ પટેલ તરફ થી આહવા ડાંગના દિવ્યાંગ ભાઈ બેહનોને ઉપયોગી એવી વ્હીલચેર આપવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આહવા તાલુકા 2ના સદસ્ય શ્રી નયના બેન દિપક ભાઈ પટેલ તરફ થી આહવા ડાંગના દિવ્યાંગ ભાઈ બેહનોને ઉપયોગી એવી વ્હીલચેર અપાઈ હતી જેથી આ દિવ્યાંગ ભાઈ બેહનોનું રોજીંદા જીવન આસાન બની શકે. આ સેવાકીય કાર્યથી દિવ્યાંગ ભાઈ બેહનોમાં ખુશી જોવા મળી હતી.

આ પ્રસંગે આહવા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, તાલુકા પ્રમુખ શ્રી કમળાબેન હીરાભાઈ રાઉત, નીલમબેન દિલીપભાઈ ચૌધરી તથા ગામના સરપંચ શ્રી હરચંનભાઈ તથા Sc સમાજ પ્રમુખ પ્રવીણભાઈ તથા માજી તાલુકા પ્રમુખ નરેશભાઈ ગવળી તથા સંજય ભાઈ પાટીલ અને ભાજપા કાર્યકરો હાજર રહ્યા હતા.