ધરમપુર: ગુજરાતમાં ઉનાળા તાપરૂપી કહેર વર્ષાવી રહ્યો છે ત્યારે ધરમપુરના છેવાડે આવેલા ગામોમાં પાણીની ખુબ જ તંગી સર્જાતી હોય છે તેમાંનું એક ગામ જાગેરી પણ છે આ જાગીરી ગામમાં આવેલ હેમ આશ્રમ જ્યાં 275 થી વધુ બાળકોની આ સંસ્થામાં ફેબ્રુઆરી મહિનો આવતા પાણીની ખૂબ મુશ્કેલીઓ વેઠતા હોય છે જેને લઈને જાયન્ટસ ગ્રુપ વલસાડ દ્વારા બાળકોના પીવાના પાણીની સમસ્યા દુર કરવામાં આવી છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ જાયન્ટસ ગ્રુપ ઑફ વલસાડના પ્રયત્નથી અમેરિકા નિવાસી દાતાશ્રી શ્રી વર્ષાબેન યોગેશભાઈ, શ્રીમતી વિલાસબેન રૂપારેલિયા, શ્રીમતી માલતીબેન કુરાની તરફથી ધરમપુરના જાગીરી ગામમાં આવેલ હેમ આશ્રમ જ્યાં 275 થી વધુ બાળકો માટે ઉનાળા દરમિયાન પીવાના પાણી સમસ્યા દુર કરવા અહીં કૂવો તથા તલાવડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ કૂવો તથા તલાવડી લોકાર્પણ કાર્યક્રમમાં જાયન્ટસ ફેડરેશનના ચેરમેનશ્રી બાલાક્રિષ્ના શેટ્ટી, શ્રીમતી રજનીજી જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડના પ્રમુખ શ્રી ડૉ. આશા ગોહિલ, દક્ષેશભાઈ ઓઝા, શીરીન વોરા તથા ગ્રુપના સભ્યોની ઉપસ્થિતિ રહ્યા હતા. આ સેવાકાર્યના લીધે હેમ આશ્રમના શ્રી બાબલભાઈ, શ્રીમતી શીતલ ગાડર, શ્રીમતી લવંગીબેન ગાડર, પ્રિ. શ્રી પ્રભુભાઈ , જાગૃતિબેન તથા સમગ્ર આશ્રમ પરિવાર, પૂર્વ સરપંચશ્રી ગણપતભાઇ તથા ઉપસ્થિત તમામના ચહેરા પર ખુશી છલકાતી જોવા મળી.