ગુજરાત: સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ ૧૧૮૧ યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ ૨૧૪૩ યુનિટ છે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે જોગવાઇ ૨૧૪૦૦ કરોડ, બાકી રહેતા તમામ કૃષિવિષયક વીજ જોડાણો આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે જોગવાઇ ર૧૦૪૬ કરોડ અને તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા જોગવાઈ ૨૭૩૪ કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.
- ખેતીવાડી ફીડરોની જાળવણી અને વિભાજનની કામગીરી માટે જોગવાઇ ૨૧૧૦ કરોડ.
- કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના ૫ હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે જોગવાઇ ૬૦ કરોડ.
- આદિજાતિ વિસ્તારોમાં સારા વોલ્ટેજ સાથે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે જોગવાઇ ૨૫૦ કરોડ.
- એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટેની પી.એમ.-કુસુમ યોજના અંતર્ગત જોગવાઇ ૪૧ કરોડ.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશના સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે જોગવાઇ ૨૨ કરોડ.ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી રીવેમ્પ્સ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે જોગવાઇ ૧૦૦ કરોડ. વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં ૫૬ નવા સબ સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને ૩૩ સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે.

