વલસાડ: આજરોજ વલસાડ તાલુકાના લાલભાઈ ગ્રાઉન્ડ રાબડા ખાતે, આદિવાસી એકતા સંગઠન ચણવઈ દ્વારા આયોજિત આદિવાસી પ્રીમિયર લીગ સીઝન -2 નું તા.04 માર્ચ થી 06 માર્ચ ત્રણ દિવસીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ટુર્નામેન્ટમાં 10 ટિમો ભાગ લેશે અને રાષ્ટ્રીય ગીત ગાયને ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી  આ પ્રસંગે કલ્પેશભાઈ પટેલ મણિલાલ ભુસારા શિક્ષણ અધિકારી, આહવા ડાંગ,આદિવાસી એકતા પરિસદ ધરમપુર પ્રમુખશ્રી કમલેશ પટેલ અજયભાઇ ઉપ પ્રમુખશ્રી આદિવાસી એકતા સંગઠન ટ્રસ્ટ વલસાડ વગરે હાજરી આપી હતી આ ટુર્નામેન્ટ સમાજને સગઠિત કરવા માટેનું એક માધ્યમ બન્યું હતું.

આદિવાસી એકતા સંગઠન ટ્રસ્ટ વલસાડ સાથે સંકળાયેલા હિરેનભાઈએ કહ્યું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનો ઉદેશ્ય એક જ કે યુવાનો એક જૂથ રહે અને આમાંથી જે કાઈ પણ ફંડની બચત થાય એ અમે આપણા આદિવાસી સમાજના બાળકોના શિક્ષણમાં જ્યાં આર્થિક રીતે તખલીફ પડે છે ત્યાં અમે સહકાર આપીએ છીએ એ વાત જાણી ઘણો આનંદ થયો કે મારાં સમાજમાં પણ હવે યુવાનો સમાજને મદદ રૂપ થવા માટે તૈયાર છે.