વલસાડ: કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ અને કપરાડા કોંગ્રેસની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાજી અને ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ અને ગુજરાત ઇન્ચાર્જ મોહંમદ શાહિદ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસની વલસાડ સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી.

DECISION NEWSને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક અને કપરાડા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે સર્કિટ હાઉસ વલસાડ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કપરાડા યુથ કોંગ્રેસ કપરાડા કોંગ્રેસ સંગઠનની ચર્ચા અને આગામી વિધાનસભા-2022ની ચૂંટણીના કામે ચર્ચા કરવામાં આવી. કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવની પ્રશંસનીય કામગીરી 27 જેટલા સરપંચશ્રીઓ અને 20 જેટલા માજી સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં 200 થી 250 જેટલા આગેવાનો દ્વારા મનુભાઈની પ્રસંશા સાથે રજુઆત કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી વિશ્વનાથ વાઘેલાજી પ્રભાવિત થયા અને આગામી દિવસોમાં કપરાડા ખાતે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી કપરાડાની મુલાકાત કામે જાહેરાત કરી. જેથી કપરાડા યુથ કોંગ્રેસ, કોંગ્રેસની સંગઠનની કામગીરી સાથે બેઠકમાં કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, કપરાડા 181 યુથના પ્રમુખ મહેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા NSUIના ઉપપ્રમુખ ધર્મસિંહ વી. પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ તુમડા, વાપી યુથ કોંગ્રેસના પ્રમુખ પંકજભાઈ, યુથ કોંગ્રેસના સીનીયર આગેવાન અશ્વિનભાઇ તથા કપરાડા કોંગ્રેસના મંત્રી પાંડુભાઈ, કપરાડા કોંગ્રેસના મંત્રી ઈશ્વરભાઈ, સહમંત્રી નરેન્દ્રભાઇ, રણજીતભાઇ તથા કોંગ્રેસના સીનીયર આગેવાનો મોહનભાઈ ખાડમ, સુભાષભાઈ, બાબુરાવભાઈ તથા સરપંચશ્રીઓ અને માજી સરપંચશ્રીઓ, કપરાડા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.