ચીખલી: આજરોજ માંડવખડકની પ્રાથમિક શાળામાં સરકારી આયુર્વેદિક દવાખાના માંડવખડક સરકારી હોમિયોપેથીક દવાખાનું રૂમલા દ્વારા સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખેરગામના NSS કેમ્પમાં આવેલા વિદ્યાર્થીઓને લઈને માંડવખડક ગામમાં સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને નવા ચુંટાયેલા સરપંચ પરથી મળેલી માહિતી મુજબ આજરોજ માંડવખડકની પ્રાથમિક શાળામાં સરકારી આયુર્વેદિક દવાખાના માંડવખડક સરકારી હોમિયોપેથીક દવાખાનું રૂમલા દ્વારા સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખેરગામના NSS કેમ્પમાં આવેલા વિદ્યાર્થીઓને લઈને માંડવખડક ગામમાં સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ગામના તથા આસપાસના લોકોએ પોતાના સ્વસ્થતાનું પરીક્ષણ અને નિદાન કરાવ્યું હતું.

સરપંચશ્રી વલ્લભભાઇનું કહેવું છે કે હાલમાં કોરોનાનો કપરો કાલ ચાલી રહ્યો છે ત્યારે સ્વસ્થતા સંદર્ભી માહિતી હોવી ખુબ જ જરૂરી બને છે. ગામમાં અન્ય બીમારી કે કોરોનાનું સક્રમણ ન વધે એની પૂરે પૂરી કાળજી અમે લઇ રહ્યા છે અને તેમાં આવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય તો એ ગ્રામજનોના બહેતરી માટે જ છે આવનારા સમયમાં આવા વિવિધ કાર્યક્રમો ગામમાં કરી લોક ઉત્થાનના કર્યો અમે કરતાં રહીશું