આજરોજ SC-ST માટે ખુબ જ અસર કરનારો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે એક રાજ્યની અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ બીજા રાજ્યમાં સ્થળાંતર દરમિયાન રોજગાર, શિક્ષણ અથવા જમીનની ફાળવણીમાં સમાન લાભોનો દાવો કરી શકતી નથી.
GSTVમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટના 2011ના આદેશ સામે ભદર રામની અપીલ ફગાવી દીધી હતી.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે SC વ્યક્તિની જમીનનું વેચાણ રાજસ્થાન ટેનન્સી એક્ટ, 1955ની કલમ-42નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અપીલકર્તા અનુસૂચિત જાતિ અને પંજાબનો કાયમી નિવાસી હોવાના કારણે રાજસ્થાનમાં જમીન વિહોણા અનુસૂચિત જાતિઓને ફાળવવામાં આવેલી જમીનની ખરીદીમાં લાભનો દાવો કરી શકે નહીં.