છોટાઉદેપુર: આપણા આદિવાસી વિસ્તારોમાં જોઈએ તો વિસ્તાર વાર માન્યતાઓ, સંસ્કૃતિ, પરંપરાની સાથે રીત રીવાજો જુદા જુદા હોય છે ત્યારે સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં પંચમુખી મહાદેવના મંદિરમાં દર અમાસના દિવસે ગામના યુવાનો દ્વારા બાળ ભોજનનું આયોજન કરવામાં આવે છે.
Decision Newsને પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં પંચવટી મહાદેવના મંદિરમાં અમાસના દિવસે ગામના યુવાનો દ્વારા બાળ ભોજન કરવામાં આવી છે. કલેડિયા ગામના યુવાનો અમાસના દિવસે ફાળો કરી ગામના 400 જેટલા બાળકોને બાળ ભોજન કરાવે છે. કલેડિયા ગામના કુણાલ દરજી, મનહર શાહ, રવિકાન્ત રાણા, મહેન્દ્ર બારિયા, વિશાલ પટેલ, કલ્પેશ શાહ જેવા યુવાનો ભેગા મળીને આ બાળ ભોજન દર અમાસે આયોજન કરવામાં આવે છે.
આ વિસ્તારમાં પંચમુખી મહાદેવનું મંદિર એક જ છે જેને લઈને આ મંદિરનું મહત્વ વધારે છે. આ મંદિરમાં ભાવી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે જેને લઈને આ બાળ ભોજનનું આયોજન કરવામાં આવે છે.
BY નયનેશ તડવી

