ગુજરાત: રાજ્યમાં જિલ્લા મથકોએ 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. આજે 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયા છે જેનો ફેસલો આજે થશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. ગ્રામ પંચાયતોમાં 23,112 મતદાન મથક પર 37,451 મતપેટીનો ઉપયોગ થયો છે આજે સવારે 9 વાગે મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે. રાજ્યમાં 344 સ્થળો પર અને 1,711 હોલમાં મત ગણતરી થશે. રાજ્યમાં કુલ 4,519 ટેબલ પર મતગણતરી થશે. આ કામગીરીમાં કુલ 19,916 સ્ટાફ મતગણતરીમાં જોડાશે.

મતગણતરી કેન્દ્રો પર 14,291 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય ટિમો પણ ખડેપગે રહેશે. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય વિભાગ ના 2,576 કર્મચારીઓ જોડાશે. વર્ગ 4 ના 5,914 કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાશે. કોવિડ પ્રોટોકોલના આધારે મતગણતરી કેન્દ્રો પર એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે.