2021આ છેલ્લો મહિનો છે. 2022 એટલે કે 1 જાન્યુઆરીથી બેંક સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ બદલાવવાની માહિતી મળી રહી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ગ્રાહકોને પણ ઝટકો આપવા જઈ રહ્યું છે કેમ કે  ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતાધારકોએ એક મર્યાદામાંથી રોકડ જમા કરાવવા અને ઉપાડવા માટે ચાર્જ વસુલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં 3 પ્રકારના બચત ખાતા ખોલવામાં આવતા હોય છે આ બેંકમાં અન્ય બીજી ઘણી સુવિધાઓ આપવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને 4 વખત કેશ ઉપાડવાનું ફ્રી હશે, પરંતુ તે પછી ગ્રાહકોને દરેક ઉપાડ પર ઓછામાં ઓછા 25 રૂપિયા વસુલાશે

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં બચત અને ચાલુ ખાતામાં મહિનામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. બેંકે કહ્યું કે આ મર્યાદાથી વધુ ડિપોઝીટ માટે ગ્રાહકોએ વધારાના ચાર્જ ચૂકવવા પડશે. બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ સિવાયના સેવિંગ્સ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટમાંથી દર મહિને 25,000 રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહિ.