વાંસદા: ગતરોજ વાંસદા પોલીસ દ્વારા વઘઇના તાડપાડા ગામ પાસે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયગાળામાં  બાતમીના આધારે મહિન્દ્રા પીકઅપ નંબર MH-06-BG-2450 શંકા જતાં પૂછપરછ કરી તપાસ કરતાં સડેલા શાકભાજીના થેલાની આડમાં દારૂની હેરફેર કરવાનું કોભાંડ સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ગાડીના ડ્રાઇવર હંસરાજ ઉર્ફે ગુડ્ડુ મોહનસિંહ અને પીકઅપના પાછળના ભાગે સડેલા શાકભાજીના થેલાની આડમાં ભારતીય બનાવટનો 64 બોક્સમાં રૂ. 2 લાખ 4 હજારની કિંમતનો કુલ 1632 નંગ બોટલનો દારૂનો જથ્થો કબ્જે કાર્યો હતો.

આ કેસમાં કૈલાશ મારવાડી અને સંતોષભાઈ પાટીલ કે જે બંને સુરતના રહેવાસી છે તેમની પણ સંડોવણી બહાર આવતાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહિન્દ્રા પીકઅપ વાહન અને દારૂ મળીને કુલ રૂ. 4 લાખ 54 હજારનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ વાંસદાના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી રહી છે.