આહવા: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પમ્પ માત્ર ગ્રાહકોને માત્ર ધંધાર્થી સમજી પેટ્રોલ વેચીને માલિકને લીલા લહેર અને ગ્રાહકો માટે પેટ્રોલ પમ્પ થકી આપવામાં આવતી કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી જેના કારણે અસંતોષ અને ગ્રાહકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં હાલમાં ભલે પેટ્રોલ પંપ પર મળતું પેટ્રોલ-ડીઝલ ખૂબ મોંઘું હોય પરંતુ પેટ્રોલ પંપ પર ગ્રાહકો માટે ઘણી સુવિધાઓ પણ વિના મૂલ્યે મળે છે. પરંતુ આહવાના ઇન્ડિયન પેટ્રોલ પમ્પ ઉપર કોઈપણ પ્રકારની સુવિધા હાલમાં ગ્રાહકોને મળી રહી નથી આ પેટ્રોલ પંપ આપણી સરકારનું ધ્યેય શૌચ મુક્ત ભારતના સ્વપ્નને પગ તળિયે રોંદાતું હોય એવા ચિત્રો સામે આવ્યા છે. અહી નથી ગ્રાહકો માટે શૌચાલય, ફાયર સેફટી માટે રેતી ભરેલ ડોલ, વાહનો માટે હવા પુરવાનું એર ફિલિંગ મશીન નથી મુકવામાં આવ્યું, ઇમરજન્સી ફર્સ્ટ એડ બોક્સ, સંકટ સમયે કે પેટ્રોલ પમ્પની ફરિયાદ હેતુ પેટ્રોલ પમ્પના સ્થળે માલિકનો કોન્ટેકટ નંબર લખવો જરૂરી છે ,પરંતુ જ્યાં પેટ્રોલ પમ્પના માલિકને તો માત્ર સપ્તાહ કે મહિને આવી માત્ર નોટોની ગણતરી કરી પાછા પોતાના ગામ રવાનગી કરતા હોય છે એમને ગ્રાહકોની સુવિધાઓ સાથે શું લેવા દેવા ?
પેટ્રોલ પમ્પના માલિકની જવાબદારી માત્ર પેટ્રોલ વેચીને નોટ ગણી જવાબદારી માંથી મુક્ત, વડુ મથક આહવા જ્યાં ડાંગ જિલ્લામાંથી રોજિંદા અસંખ્ય વાહનો પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે આવતા હોય છે જેમાં ડાંગ જિલ્લાની સરકારી અધિકારીઓના વાહનો પણ સામેલ છે, અને એ વાહનોમાં અધીકારીઓ પણ પેટ્રોલ પમ્પની સફર માણતા હોય છે પરંતુ ત્યાં સુવિધાઓ શુ છે એ વાત પર એમની દુરદ્રષ્ટિ પડતી નથી, તો આમ જનતા કોને ફરિયાદ કરે, જ્યાં સ્કૂટર લઈ હવે મહિલા વર્ગ અને તમામ વર્ગના લોકોનું આવાગમન થતું હોય છે પરંતુ સર્વ સામાન્ય કુદરતી હાજત જેવી શૌચાલયની સુવિધાઓ પણ ઉપલબ્ધ નહીં, તો ” ની જાયે તો જાયે કહાઁ “ની પરોસ્થિતિ, માટે આ પેટ્રોલ પમ્પ પર વહીવટી તંત્રના અધિકારી દ્વારા તપાસના આદેશ આપી કાયદેસર રીતે તાત્કાલિક ધોરણે પેટ્રોલ પમ્પને લગતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.