કપરાડા: આવનારા સમયમાં વલસાડના કપરાડા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ ની આગામી તારીખ 26મી ના રોજ બે પેનલો શિક્ષક એકતા ગરિમા પેનલ અને નવસર્જન પેનલ વચ્ચે રસાકસી વચ્ચે ચૂંટણી યોજાશે જેમાં એકતા ગરિમા પેનલમાં જુના ઉમેદવારોનું પુનરાવર્તન જોવા મળે છે. અને બીજી તરફ નવસર્જન પેનલમાં માત્ર માજી પ્રમુખ ઉમેદવાર સિવાય નવા હોદ્દેદારો એ ઉમેદવારી કરી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના શિક્ષક સંઘની ચુંટણીમાં આ વખતે ફરી એક વખતે એકતા ગરિમા પેનલમાં જુના ઉમેદવારોનું પુનરાવર્તન થશે શિક્ષક એકતા ગરિમા પેનલમાં હરેશભાઇ પટેલ પ્રમુખ, આયતુલભાઈ પાડવી ઉપ પ્રમુખ, નિરલભાઈ પટેલ મહામંત્રી,નગીનભાઈ જાદવ સહમંત્રી અને બારૈયા રાજેશભાઇ ખજાનચી તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે નવ સર્જન પેનલમાં બીપીનભાઈ પટેલ પ્રમુખ, અજયભાઈ પટેલ ઉપ પ્રમુખ, મિતેશભાઈ પટેલ મહામંત્રી, દિનેશભાઇ ગાવીત સહમંત્રી અને કિરણભાઈ ભરસટ ખજાનચી તરીકે ઉમેદવારી કર્યા હોવાનું જાણવા મળી રહી છે.
શિક્ષક એકતા ગરિમા પેનલમાં તેઓના જિલ્લા કારોબારી 15 છે જ્યારે નવસર્જન પેનલમાં જિલ્લા કારોબારી 12 છે. જેથી એક બાજુ જોતા શિક્ષક એકતા ગરિમા પેનલમાં કારોબારી વધુ હોવાથી અને તમામ શિક્ષકો તેમજ મુખ્ય શિક્ષકોનો વધુ સહકાર હોવાનો દાવો કરતાં જીતની વધુ દાવો કરી રહ્યા છે. તેમજ નવસર્જન પેનલમાં નવા ઉમેદવારો અને શિક્ષકોની સમસ્યાને વધુમાં વધુ નિરાકરણ આપવામાં અને પુનરાવર્તન પામેલ ઉમેદવારોથી શિક્ષકોમાં નારાજગી હોવાનું જણાવતા તેઓ પણ જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ હવે કોણ વિજય થશે એતો આવનારા દિવસોમાં જ જોવા રહ્યું. દરેક પેનલના ઉમેદવારોએ પોતાની વ્યૂહરચના આગળ ધરી પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે.

