ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લામાં મુખ્ય રસ્તાઓ ઉપર ગાય, ભેંશ, ઢોરોનો જામવાડો અંગે વારંવાર ફરિયાદ કરતાં જવાબદાર અધિકારીઓ દ્વારા તેમનો ઉકેલ ન લવાતાં આમ આદમી પાર્ટી દ્વારા ભોળાનાથ મહાદેવને આવેદનપત્ર આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ આહવા નગરમાં મોટા ભાગના જાહેર સ્થળો અને મુખ્ય રસ્તાઓ ઉપર ગાય, ભેંશ, ઢોરોનો જામવાડો જોવા મળે છે. થોડા દિવસ પેલા ડાંગ જીલ્લાના માન્યશ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું અને નકલ રવાના D.D.O સાહેબ અને ગ્રામ પંચાયતને મેં રૂબરૂમાં આપેલ પણ કાર્યવાહી કરેલ પણ ખાલી ફોટાગ્રાફી પેપરમાં નામના કરવા માટે થોડા દિવસ ચાલેલું પણ પાછુ જેમ હતું તેમ પાછુ થઈ ગયું. આ સંદર્ભમાં ભોળાનાથ મહાદેવ અરજ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા Decision News જણાવે છે કે પ્રજાના હિત માટે અમે વારંવાર રજુવાત જવાબદાર અધિકારીઓ કરી પણ આહવાનગર ખાતે હજુ કોઈ પરિસ્થિતિ બદલાઈ નથી એટલે ભોળાનાથ મહાદેવ કંઈક કરો તેવી અપેક્ષા રાખી તેમને આવેદનપત્ર આપ્યું છે અમને વિશ્વાસ છે કે ભોળાનાથ તો ભોળા હોય તે ભક્તોનું નિરાકરણ જરૂર લાવશે. હવે જોવું રહ્યું કે પ્રજાહિત માટે અધિકારી પહેલાં આવે છે કે મહાદેવ ?.

Bookmark Now (0)