પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને બે ગણી રકમ સરકાર દ્વારા આપવામાં આવશે. કારણ કે 2022માં દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેથી ચૂંટણીઓ યોજાય તે પહેલા મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. એવી માહિતી સામે આવી છે કે જેથી ખેડૂતોને હવે 6 હજારની બદલે 12 હજાર રૂપિયા મળશે.

હાલે ખેડૂતોને કુલ ત્રણ હપ્તામાં બે-બે હજાર કરીને વર્ષે સરકાર દ્વારા 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહ અને નાણામંત્રી નિર્મલા સિતારમણ વચ્ચે થોડાક દિવસો પહેલા બેઠક થઈ હતી. જે બેઠકમાં ખેડૂતોને બમણી રકમ આપવાની વાત કરવામાં આવી હતી. જોકે હાલ આ મુદ્દે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો.

હાલે કેન્દ્ર સરકાર દ્વારા દર ચાર મહિને 2 હજાર રૂપિયા ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકારની આ યોજનાનો લાભ ખેડૂતો CSC એટલે કે કોમન સર્વિસ સેંન્ટરના માધ્યમથી લઈ શકે છે. તે સિવાય રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નોડલ ઓફિસર દ્વારા પણ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ખેડૂતો https://pmkisan.gov.in/ની વેબસાઈટ પર જઈને તેમનું નામ ચેક કરી શકે છે. જ્યા તેમને લાભાર્થીઓનું લીસ્ટ જોવા મળશે. તેમા પોતાનું નામ શોધીને તમારા હપ્તાનું સ્ટેટસ તમે જાણી શકશો. જોકે ઘણી વખત ખાતામાં રૂપિયા આવતા મોડું થતું હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતો જિલ્લા કૃષિ ઓફિસરનો સંપર્ક કરી શકે છે.

https://pmkisan.gov.in/ ની વેબસાઈટ પર પહોંચ્યા બાદ જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર(Farmers Corner) પર ક્લિક કરો. આ પછી બેનફિશિયરી સ્ટેટસ (Beneficiary Status) ઓપ્શન પસંદ કરો. એક નવું પેજ ખુલે. હવે અહીં આધાર નંબર,ખાતા નંબર અથવા મોબાઈલ નંબર નાંથો, આ પછી તમારા સ્ટેટસની જાણકારી જોવા. મળશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના માટે તમે ઘરે બેઠા રજિસ્ટ્રેશન કરી શકો છો. આ માટે તમારી પાસે તમારા ખેતરની માલિકી, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ માટે તમે પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ https://pmkisan.gov.in/ પર રજિસ્ટ્રેશન કરી શકો છો.