ચીખલી: આજરોજ નવસારીના ચીખલી તાલુકાના PSI પઢેરિયા સાહેબની સાથે LIB ના મંગુભાઈની અધ્યક્ષતામાં કોરોના મહામારીના સમય વચ્ચે ગણેશ વિસર્જન નિમિત્તે ચીખલી ટાઉન અને ચીખલી ને અડીને આવેલા ગામોના ગણેશ મંડળના આયોજકો સાથે મીટીંગ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ બેઠકમાં વિસર્જન અંગેની ચીખલી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યવસ્થાં કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું અને ગણેશ વિસર્જન દરમિયાન સરકારી ગાઈડ લાઇન મુજબ 15 લોકોને પરમીશન આપવામાં આવી છે. આ ઉપરાંત ડી.જે. ની નવી ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. જે અંગે SOP મુજબ જે તે મંડળો દ્વારા મંડપ પાસેજ ડી.જે. વગાડી નાચગાન કરી લેવાનું રહેશે અને શોભાયાત્રા ન કાડી સીધા રુટ મુજબ એક વાહન સાથે ફક્ત 15 વ્યક્તિઓની હાજરીમાં ગણેશ વિસર્જન કરવાનું રહેશે.

આ બેઠકમાં ચીખલીના સરપંચ દિપ્તીબેન શાહ અને સમરોલી ના સરપંચ મંગુભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના હર્ષદભાઈ પંડ્યા, હિતેશભાઈ પટેલ, અમિતભાઈ વ્યાસ (પત્રકાર), ગામના અગ્રણી ભરતભાઇ કાપડિયા, સંજયભાઈ કાયસ્થ, પત્રકાર મયુરભાઈ દેસાઈ તેમજ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતા.