IPL 2021 નો બીજો રાઉન્ડ 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. IPL ના બીજા તબક્કા પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. હવે ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં જઈને મેચનો આનંદ માણી શકે છે. BCCIએ આ અંગે માહિતી આપી છે.

આપને જણાવી દઈએ કે કોરોના વાયરસના ખતરાને જોતા, સ્ટેડિયમમાં ચાહકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ ફરી એકવાર ચાહકો સ્ટેડિયમમાં જઈને મેચનો આનંદ માણી શકશે. BCCI દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આઈપીએલ મેચોની ટિકિટ સત્તાવાર વેબસાઈટ www.iplt20.com પર ઉપલબ્ધ થશે.

આઈપીએલના બીજા પ્રવાસની મેચ દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં રમાશે, મેચ દરમિયાન સ્ટેડિયમમાં ચાહકો માટે મર્યાદિત બેઠક જગ્યા હશે, જ્યારે તમામ ચાહકોએ કોવિડ પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયમો પાલન કરવું પડશે.મહત્વનું છે કે,જણાવી દઈએ કે IPL ના બીજા તબક્કામાં પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે થશે.

IPL 2020 દુબઈમાં દર્શકો વગર રમાઈ હતી. આ વર્ષે IPLની શરૂઆતની મેચો ભારતમાં યોજાઈ હતી પરંતુ કોરોનાના વધતા પ્રકોપને કારણે ટૂર્નામેન્ટ થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવી હતી. આઈપીએલના બીજા ફેડમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાનું પ્રદર્શન સુધારવા અને પ્લેઓફમાં રહેવા ઈચ્છશે.